ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા નીરવધ્ય ફાઉન્ડેશન તથા એલકોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીએસઆર સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના તકનિકી પ્રશિક્ષણ અર્થે નમો કોમ્પ્યુટર લેબ શુભારંભ
આ પ્રસંગે મુખ્ય અતિથિ રૂપે કેયુર રોકડીયા, ધારાસભ્ય, સયાજીગંજ વિધાનસભા તથા વિશેષ અતિથિ તરીકે નિષીધ દેસાઈ, અધ્યક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા ઉપસ્થિત રહ્યા.પ્રોજેક્ટ જ્ઞાનોદધી અંતર્ગત આજ રોજ વીર સાવરકર માધ્યમિક શાળામાં (હિન્દી) ૧૦ કોમ્પ્યુટર ધરાવતી કોમ્પ્યુટર લેબોરેટરી વિદ્યાર્થીઓને અર્પણ કરાઈ તથા 250 નોટબુક્સ પણ આપવામાં આવી.વિકસિત ભારતના નિર્માણમાં અમૃતપેઢીનું યોગદાન મહત્વનું રેહવાનું છે ત્યારે એમના અભ્યાસ અને પ્રશિક્ષણમાં ઉત્તમ સુવિધા ખૂબ જ આવશ્યક છે.
વિદ્યાધનમ સર્વ ધન પ્રધનમને ચરિતાર્થ કરતા, આ પ્રોજેક્ટ વડોદરાના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ ભવિષ્ય અર્થે શરૂ કર્યો છે.પ્રોજેક્ટ જ્ઞાનોદધી અંતર્ગત આ કોમ્પ્યુટર લેબ ઉપરાંત 1 શાળામાં કોડીંગ લેબોરેટરી, માધ્યમિક શાળામાં ૨૦૦૦ નોટબુક્સ તથા ૪ શાળામાં મેથેમેટિક્સ લેબ વિદ્યાર્થીઓને અર્પણ કરાશે.
Reporter: