હવામાંન વિભાગ દ્વારા આગામી ૧૫ ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ ભારેથી અતિભારે થઇ શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે આપી છે .
ગુજરાતમાં આગામી ૧૫ ઑગસ્ટ થી ૨૫ ઑગસ્ટ સુધીમાં વરસાદી માહોલ રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે જે ખેતીના પાક માટે સારો રહેશે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય વરસાદ થઇ ચુક્યો છે, જેથી આગામી ૩૦ ઑગસ્ટ સુધી નોર્મલ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી દિવસોમાં નવસારી, વલસાડ , અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
જ્યાં અરવલ્લી, પાટણ , બનાસકાંઠા, ગાંધીનગર , ખેડા , આનંદ અને વડોદરામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર , ધોળકા , અને જિલ્લના અન્ય ભાગોમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હાલ મહારાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. આગામી દિવસમાં ત્યાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
Reporter: admin