દેશ ભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાય રહ્યો છે, ગણેશ ઉત્સવ ખાસ કરીને મહારાષ્ટ્રમા ધુમધામથી ઉજવણી કરવામાં આવતી હતી પણ હવે વડોદરા મા પણ ગણેશ મહોત્સવ ઉજવાય છે.
ત્યારે વડોદરા શહેર પણ સયાજીનગરના નામ થી ઓળખાય છે, વડોદરા શહેરમા મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો વસે છે. અને દરેક ના ઘરે શ્રીજી ની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે શિયાબાગ વિસ્તારમાં રહેતા સાંવત પરિવારમા પાછલા 6પિઢી થી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે એ ઘર ના દરેક સભ્યો મળી ને ગણેશ ઉત્સવ ના એક મહિના પહેલા થી ડેકોરેશન બનાવવા લાગે છે. દર વર્ષે એ ઐતિહાસિક ડેકોરેશન ઘરમાં કરવામાં આવે છે.
આ વર્ષે એ સાવંત પરિવાર દ્વારા ધારાશિવ જીલ્લામા આવેલ મહારાષ્ટ્રીયન સમાજના કુલ દેવી તુલજા ભવાનીનુ મંદિર તુલજા પૂર ખાતે આવેલ છે તેનુ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ મંદિર ખાતે છત્રપતિ શિવાજી મહારાજ ના પિતા પણ પુજા કરતા હતા. અને તેથી આ મંદિરના મુખ્ય દ્વારનુ રાજે શહાજી મહાદ્વાર નામ આપવામાં આવ્યું છે. આ ડેકોરેશન કરવામાં અંદાજીત 15, દિવસ લાગ્યા હતા.
Reporter: admin