News Portal...

Breaking News :

સ્પાઇસજેટએ PFના135.3 કરોડ TDSના 220 કરોડ ચૂકવ્યા નથી

2024-09-18 16:31:11
સ્પાઇસજેટએ PFના135.3 કરોડ TDSના 220 કરોડ ચૂકવ્યા નથી


મુંબઈ: નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલી એરલાઈન્સ સ્પાઈસજેટની મુશ્કેલીઓ વધી રહી છે, તાજેતરના એક અહેવાલ મુજબ કંપનીએ કર્મચારીઓના ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અને પ્રોવિડન્ટ ફંડ ની પણ ચૂકવી નથી કરી.


બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરેલા દસ્તાવેજમાં સ્પાઈસજેટે જાહેર કર્યું છે કે કંપનીએ એપ્રિલ 2020 થી ઓગસ્ટ 2023 સુધીના સમયગાળા માટે કર્મચારીઓના PFના ₹ 135.3 કરોડ ચૂકવ્યા નથી, આ જ સમયગાળા માટે કંપનીએ સ્ટાફના પગારમાંથી TDSના ₹220 કરોડ ચૂકવ્યા નથી.એરલાઇન દ્વારા સબમિટ કરાયેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર TDSમાં લગભગ ₹72 કરોડ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)માં ₹84.5 કરોડ વિવાદિત છે, તેમજ સર્વિસ ટેક્સ (વ્યાજ સહિત) અને કસ્ટમ્સ અને કસ્ટમ્સ ડ્યુટી (વિલંબ માટે દંડ સહિત)માં કરોડો બાકી ચુકવવાના બાકી છે.


વિવાદિત TDS ચૂકવણીની તારીખ AY 2009-10 થી AY 2013-14 સુધીની છે, અને GST ડ્યુ જુલાઈ 2017 થી માર્ચ 2019 સુધીનું છે. સૌથી જૂનો વિવાદિત રકમ એપ્રિલ 2006નો છે, સર્વિસ ટેક્સના ₹ 1.71 કરોડ ચુકવવાના બાકી છે.

Reporter: admin

Related Post