વડોદરા : શહેરમાં પ્રખ્યાત નાયલોન પાવભાજીની ગોત્રી સ્થિત કૃણાલ ચાર રસ્તાના સિગ્નેટ પ્લાઝા ખાતે આવેલ શાખા ખાતે દશેરા પર્વ નિમિત્તે ગ્રાહકો માટે ખાસ ઓફર રાખવામાં આવી છે.
શહેરમાં નાયલોન પાઉંભાજી સ્વાદ રસિકો માટે પ્રખ્યાત રહ્યું છે. સ્વ.દિનેશભાઈ દામજીભાઈ વાઢેર દ્વારા પોરબંદર ખાતે દોઢ રૂપિયાથી પાઉંભાજીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા શહેરમાં 25 વર્ષથી નાયલોન પાઉંભાજી સ્વાદ રસીકો માટે પ્રખ્યાત છે. હાલ સ્વ.દિનેશભાઈ વાઢેરના પુત્રો ભાવિન વાઢેર, ચિરાગ વાઢેર તથા તુષાર વાઢેર પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.
નાયલોન પાઉંભાજી કારેલીબાગ, ઇનઓર્બીટ મોલ, માંજલપુર અને વાઘોડિયા વિસ્તારમાં શાખાઓ ધરાવે છે. ત્યારે હવે પ્રગતિના પંથે વધુ એક ડગલું ભર્યું છે અને સ્વાદ રસીકો માટે કૃણાલ ચાર રસ્તા, ગોત્રી ખાતે નાયલોન રેસ્ટોરન્ટની શરૂઆત કરી છે. જ્યાં દશેરા નિમિત્તે ખાસ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે. બટર પાઉંભાજી અને તવા પુલાવ ઉપર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે બાય વન ગેટ વન ફ્રીનો લાભ લેવાનું ચૂકશો નહીં. સ્પેશિયલ ઓફરનો લાભ ગોત્રી વિસ્તારની નાયલોન રેસ્ટોરન્ટ ખાતે મળી રહેશે.
Reporter: admin