અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલી જાહેરાતે દેશભરમાં સૌને ચોંકાવી દીધા છે.
શનિવારે સવારે X પર પોસ્ટ કરીને, અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચ એ વધુ એક મોટા ઘટસ્ફોટના સંકેત આપ્યા છે. હિન્ડેનબર્ગ રિસર્ચે તેની પોસ્ટમાં લખ્યું છે કે “ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે”.જો કે, હિંડનબર્ગે શું શું મોટું થવાનું છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી જો કે, હિંડનબર્ગે શું શું મોટું થવાનું છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીની આ પોસ્ટને લઈને એવું માનવામાં આવે છે કે હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર એક ભારતીય કંપની વિશે મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે.
જાન્યુઆરી 2023માં, હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણીના અદાણી જૂથને લક્ષ્યાંક બનાવતો અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલે ખળભળાટ મચાવ્યો હતો કારણ કે હિંડનબર્ગે અદાણી જૂથ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવતાની સાથે જ અદાણી ગ્રૂપના તમામ શેર્સમાં તીવ્ર ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી વિશ્વના નંબર 2 અબજોપતિ બન્યા બાદ 36માં સ્થાને સરકી ગયા હતા, કારણ કે તેમની સંપત્તિમાં રેકોર્ડ ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
Reporter: admin