વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સંસ્કારનગરીને UNESCO માં ક્રિએટિવ સીટીનો દરોજજો અપાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે પાલિકા દ્વારા એક દિવસે હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપમાં વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવો ઉપસ્થિત રહી પોતાના સૂચનો રજૂ કર્યા હતા, નોંધણીયા છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ટ્રસ્ટ સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. વડોદરા સીટીને ક્રિએટિવ દરજ્જો સિટીનો દરજ્જો અપાવવા માટે વડોદરા ટીમ દ્વારા આજ થી દોઢ થી 2 વર્ષ પહેલાં શહેરી જાણો ના મંતવ્ય લઈને કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું હતું તેના ખર્ચ કરું જેના ફળ સ્વરૂપ દ્વારા કોર્પોરેશન દ્વારા ક્રાંતિકારી અભ્યાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં હેરિટેજ ટ્રસ્ટ દ્વારા 129 જેટલી હેરિટેજ બિલ્ડીંગોને યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આ તમામ હેરિટેજ ઇમારતો માટે કામ કરશે તદુપરાંત વડોદરાની ઓળખ સમાન ગરબા, ગણેશ ઉત્સવ, નરસિંહજી નો વરઘોડો, જેવા ઉત્સવોનો સમાવેશ કરવામાં આવ્યો છે
તે સાથે તે મહાનગર સેવાસદન દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારે આવેલા પ્રવેશ દ્વારા ઉપર પણ બુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એકમાત્ર અમદાવાદ સીટીને હેરિટેજ નો દરજ્જો મળ્યો છે ત્યારે બીજી બાજુ શહેરને ગુજરાતમાં પ્રથમ ક્રિએટિવ સીટી નો દરજ્જો મેળવવા માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે આવનાર સમયમાં વડોદરા ક્રિએટિવિટીમાં ગુજરાત પ્રથમ સીટી બનશે અને દેશમાં સાતમું સીટી બનશે. આ પ્રસંગે વડોદરા શહેરના તમામ બુદ્ધિ જીવો એ પોતાનું સૂચન તબક્કા વાર સમય અનુસાર રજૂ કર્યું હતું જેમાં જમ્મુ કાશ્મીર શ્રીનગરના પૂર્વ મેયર જુનૈદ અઝીમ મટ્ટુ, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin