લો!! આ તો ઘૂસી ગઈ...!!સોમા તળાવ ચાર રસ્તા પાસે સર્જાયું કૌતુક...
આજે વહેલી સવારે સોમા તળાવ ચાર રસ્તા પહેલા ભારત પેટ્રોલ પંપ થી સો મીટરના અંતરે ભારે કૌતુક સર્જાયું હતું.
અત્યારે આ આખા રસ્તા પર વરસાદી ગટર કે અન્ય કોઈ કામ ચાલી રહ્યું છે.મનપા ના કામ હેઠળ લગભગ દોઢ મીટર પહોળાઈ માં આખા રસ્તે ઠેર ઠેર લંબચોરસ ખોદકામ કરવામાં આવ્યું છે.
પહેલા આ ખાડાઓને ઝીણા પત્થર અને રેતીથી ભરવામાં આવ્યા હતા અને હાલમાં એની પર મોટા પત્થરના કદની કપચી પાથરવામાં આવી છે.
આજે સવારે આ કપચી લઈને આવેલી મોટી ટ્રક ડંફરને વાહન ચાલક આ ખાડાઓ નજીક લઈ જઈ રહ્યો હતો ત્યારે ખ્યાલ ન રહેતા વાહનના પાછલા પૈંડા ખાડામાં ફસાઈ ગયા હતા.વાહન ચાલક ના અથાક પ્રયત્નો છતાં ડંફર હલતું પણ ન હતું.
આડા ઉભેલા આ વાહનને લીધે લગભગ રસ્તાનો પોણો ભાગ રોકાઈ જતા પરિવાર ચાર રસ્તાથી સોમા તળાવ તરફના વાહન વ્યવહારમાં અડચણ સર્જાઈ હતી.મોટા
વાહન નીકળી શકે એટલી જગ્યા જ ન હતી અને રિક્ષા અને ટુ વ્હીલર મુશ્કેલી થી પસાર થઈ રહ્યા હતા.
આ ડંફર ના,ખાડામાં મોટી કપચી વચ્ચે ફસાઈ ગયેલા પૈડાં કાઢવા ક્રેન મંગાવી પડી હતી અને મહામુસીબતે તેને બહાર કાઢવામાં આવ્યું હતું...
...
Reporter: News Plus