આમ તો વાહનો દ્વારા મુસાફરોના બિન અધિકૃત પરિવહનની પ્રવૃત્તિ શહેરના દક્ષિણ ભાગમાં આવેલા સોમા તળાવ ચાર રસ્તા પાસે ધમધમે છે અને બેરોકટોક ચાલે છે.પરંતુ ઉત્તર વિસ્તારના સમા તળાવ,અમિત નગર અને એકસપ્રેસ હાઇવે ચોકડી પાસે થી મુસાફરોને ઠસોઠસ ભરવાની ગેર કાયદે પ્રવૃત્તિ વધુ લોકોની આંખે ચઢે છે.કારણ કે સમયાંતરે ત્યાં જોખમી અને ઘાતક અકસ્માતો થવાને લીધે પોલીસ અને આર.ટી. ઓ.ની ઘોંસ ત્યાં વધારે રહે છે અને સોમા તળાવનો વાહન અડ્ડો બચી જાય છે.સોમા તળાવ પાસે થી ડભોઇ,છોટાઉદેપુર, રાજપીપળા તરફ જવા માટે મુખ્યત્વે મુસાફરો ભરવામાં આવે છે.આ મુસાફરોમાં નોકરી માટે રોજિંદી અવર જવર કરનારાઓ નું પ્રમાણ મોટું છે.એટલે આ જગ્યાની નજીક આડેધડ પાર્કિંગ પ્લોટ્સ બની ગયા છે.
અહીં ટ્રાવેલ્સ કંપનીઓની મોટી બસો ઉપરાંત નાના વાહનોનો જમાવડો રહે છે.તેમના માણસો મુસાફરો ભરવા સતત પ્રયત્નો કરે છે.આ વાહનો કોઈ કાયદા કે નિયમોની પરવાહ કર્યા વગર આટા ફેરા મારે છે.ગમે ત્યાં થી વાહનો વાળે છે.
પરિણામે અન્ય વાહન ચાલકોને ભારે તકલીફ ભોગવવી પડે છે.છાશવારે નાના ઘાતક અકસ્માતો અહીં થાય છે જ.પરંતુ આર. ટી. ઓ.કે પોલીસના આંખ મિચામણા ને લીધે બધું બેરોકટોક ચાલે છે.
આ જગ્યાએ ટ્રાફિક પોલીસ ભાગ્યેજ દેખાય છે.અથવા તો આ લોકો મિસ્ટર ઇન્ડિયાની જેમ અદ્રશ્ય થઈને ઊભા રહે છે એટલે કોઈને દેખાતા નથી અને કોઈને એમનો ડર નથી.
આસપાસ રહેતા લોકો આ જગ્યાએ ટ્રાફિકની સમસ્યાને લીધે ત્રાસી ગયા છે અને સત્વરે પગલાં લેવાય એવી માંગ કરી રહ્યા છે.
Reporter: News Plus