વોશિંગ્ટન: આજકાલ નોનસ્ટિક વાસણોનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે અમેરિકામાં ગયા વર્ષે ટેફલોન ફ્લૂના (Teflon flu) ઘણા કેસ નોંધાયા હતા.
ગત 16 જુલાઈના રોજ પ્રકાશિત વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ,ગત વર્ષે ટેફલોન ફ્લૂ, જેને પોલિમર ફ્યુમ ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે તેના કારણે 250થી વધુ લોકોને અહીં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ એક દુર્લભ રોગ છે, જે ખૂબ જ ગરમ નોનસ્ટિક તવામાંથી નીકળતા ધુમાડાને કારણે થાય છે. આ રોગનું નામ નોનસ્ટિક કોટિંગ, ટેફલોન પરથી રાખવામાં આવ્યું છે, જેનો ઉપયોગ ઘણી રસોઈઓ બનાવવા માટે થાય છે. પોલિમર ફ્યુમ ફીવર,જેને ટેફલોન ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અત્યંત ગરમ પોલિટેટ્રાફ્લોરોઇથિલિન(PTFE) ના ઝેરી ધૂમાડાને કારણે થાય છે.આ રોગ સામાન્ય રીતે નોનસ્ટિક કુકવેરમાં જોવા મળતા ફ્લોરોકાર્બનના થર્મલ ડિગ્રેડેશનને કારણે થાય છે. જો કે, નબળા વેન્ટિલેશન અથવા સ્વચ્છતાના અભાવને કારણે જોખમ પણ વધી શકે છે.
નોનસ્ટિક કુકવેર વધુ ગરમ થવાને કારણે ટેફલોનમાંથી નીકળતો ઝેરી ધુમાડો ટેફલોન ફ્લૂ માટે જવાબદાર છે, તેથી તેને પોલિમર ફ્યુમ ફીવર પણ કહેવામાં આવે છે.ઝેરી કેમિકલ જોવા મળે છે. આ રસાયણો કેન્સર, હોર્મોનલ અસંતુલન, ઓર્ગન ફેલિયર, રિપ્રોડક્ટિલ ડેમેજ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જવાબદાર છે. આ સિવાય નોનસ્ટિક સતત ધોવાને કારણે, ટેફલોન કોટિંગના વાસણોની કોટિંગ સમય સાથે નિકળવા લાગે છે અને તે ટોક્સિક કેમિકલને હવામાં છોડે છે.
Teflon fluના લક્ષણો:-
તાવ
માથાનો દુખાવો
સૂકી ઉધરસ
છાતીમાં જકડન
શ્વાસ લેવામાં તકલીફ
ગળા અને સ્નાયુમાં દુખાવો
Reporter: admin