News Portal...

Breaking News :

સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખસ્યા:કોઈ જાનહાની નથી

2024-08-17 09:53:23
સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખસ્યા:કોઈ જાનહાની નથી


અમદાવાદ: ગઈ મોડી રાતે ૧૭ ઓગષ્ટના લગભગ 2:30 વાગ્યે કાનપુર પાસે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. ગાડી નંબર 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડતાં દોડધામ મચી હતી. 


આ દુર્ઘટના ભીમસેન ખંડમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક સર્જાઈ હતી. ડ્રાઈવરના જણાવ્યા અનુસાર પ્રથમ દૃષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયો હતો અને એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાન ગ્રસ્ત થયું હતું જેના લીધે આ ઘટના બની હતી. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ જઈ રહી હતી. ઘટનાસ્થળે રેલવે કર્મીઓનો સ્ટાફ દોડી આવ્યો હતો. 


ઘટનાની જાણ થતાં સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. સાબરમતી એક્સપ્રેસના મુસાફરોની આગળની યાત્રા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ઘણી બધી ટ્રેનો પણ હવે મોડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના રુટમાં આવતી ટ્રેનોની અવર-જવરને અસર થશે.

Reporter:

Related Post