છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી મનાતા સુખી ડેમના 6 ગેટ ખોલવામાં આવ્યા છે અને 15000 ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું છે.
છેલ્લા એક અઠવાડા થી છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઇને નદીનાળા છલકાઈ ગયા છે ત્યારે આજે સુખી ડેમની અંદર પાણીની આવક વધતા રૂલ લેવલ 147.15 એ સપાટી પહોંચી છે કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સુખી ડેમના છ ગેટ 75 સેન્ટીમીટર ખોલી 15000 ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવાનો નિર્ણય લઈને બપોરના એક કલાકે 6 ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી મનાતા સુખી ડેમના માધ્યમથી લગભગ 22000 હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડવામાં આવે છે પરંતુ આજે સપાટીમાં સતત વધારો થતા 6 ગેટ ખોલવાની ફરજ પડી હતી
Reporter: