પાવીજેતપુર તાલુકામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ થવાના કારણે ભેંસાવહી ગામનું એક મકાન ધરાશાયી થઈ ગયું હતું તેમજ કોસુમ ગામે એક તાડનું વૃક્ષ એક મકાન ઉપર પડતા મોટું નુકસાન થવા પામ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ચાલી રહ્યો હતો ત્યારે ૨૬ ઓગસ્ટના બપોરના એક વાગ્યા ની આસપાસ પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે વાવ ફળિયામાં રહેતા વેચાતભાઈ સુબાભાઈ રાઠવા નુ મકાન એકાએક વધુ વરસાદ અને પવનના કારણે દિવાલ પડતા આખેઆખું મકાન ધરાશાયી થઈ જવા પામ્યું હતું.
સદનશીબે ઘરની અંદર કોઈ ન હોવાથી કોઈ જાનહાની કે પશુ હાની થવા પામી ન હતી પરંતુ ઘરની અંદર મુકેલ ઘરવખરી તેમજ અનાજ પાણી મોટા પ્રમાણમાં બગડી જવા પામ્યું હતું. જ્યારે કોસુમ ગામે રાજુભાઈ ગોભરભાઈ રાઠવાના મકાન ઉપર ઘર ની બાજુમાં ઊભેલો તાડ એકાએક ધરાશાયી થતા, રાજુભાઈના મકાનમાં મોટું નુકસાન થયું હતું. મકાન ઉપરના પતરા તેમજ લાકડા તૂટી ગયા હતા.
Reporter: admin