વડોદરા : સમગ્ર વડોદરા શહેરમાં પુર ની પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે અધિકારીઓના નંબરો બિઝી કે બંધ થઈ જાય છે.
કન્ટ્રોલ નંબરો.(100,101 સિવાય) સાદા મેસેજ અને વોટ્સ એપ માટેના નંબરો સત્વરે જાહેર કરવા જોઈએ.તેવી માગણી વડોદરા કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવતે કરી છે.કોઈ નાગરિક ફસાયેલો હોય બીમાર,જમવાનું કે રેસ્ક્યુ કરવાનો હોય તો ટેક્ષ્ટ મેસેજ કરે જેથી તંત્ર વ્યવસ્થા એક જ ઓફિસથી અને સારું મેનેજમેન્ટ થઈ શકે.
અમને મદદના અસંખ્ય મેસેજ મળે છે.જેથી મેસેજ અને રિસ્પોન્સ માટે આ જરૂરી છે. નાગરિકોને વિનંતી કે નામ, સરનામા સહિત મોબાઈલ નંબર ટાઇપ કરી પહેલા સાદો મેસેજ અને વોટ્સઅપ મેસેજ કરો. ફકત વારંવાર ફોન કરી સમય ન બગાડશો. તેવી રજૂઆત કરી છે.
Reporter: admin