News Portal...

Breaking News :

ભાટપરામાં ભાજપ નેતા પ્રિયંગુ પાંડેની કાર પર 6 રાઉન્ડ ફાયરિંગ, બંગાળ બંધનું એલાન વચ્ચે ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ

2024-08-28 12:08:30
ભાટપરામાં ભાજપ નેતા પ્રિયંગુ પાંડેની કાર પર 6 રાઉન્ડ ફાયરિંગ, બંગાળ બંધનું એલાન વચ્ચે ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ


કોલકાતા : કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર રેપ અને મર્ડર કેસને લઈને નબન્ના અભિયાન અંતર્ગત વિરોધ થઈ રહ્યો છે. 


જેમાં મંગળવારે પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે. ત્યારે બંગાળ બંધ દરમિયાન અનેક સ્થળોએ હિંસા થઈ છે. જેમાં ઘણી જગ્યાએ ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ પણ થઇ છે. ભાટપારામાં ભાજપના નેતા અર્જુન સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાટપરામાં ભાજપ નેતા પ્રિયંગુ પાંડેની કાર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારમાં કારમાં મુસાફરી કરી રહેલા ભાજપ સમર્થકને ઈજા થઈ હતી. ભાજપ સમર્થકનું નામ રવિ સિંહ હોવાનું કહેવાય છે.ભાજપે આપેલા બંધના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ઘણી જગ્યાએ ભાજપ અને ટીએમસી સમર્થકો વચ્ચે ઘર્ષણના અહેવાલ છે. રાજધાની કોલકાતામાં સવારથી જ રસ્તાઓ પર ઓછી ગતિવિધિ જોવા મળી રહી છે. 


ખાનગી વાહનોની સંખ્યા પણ ઓછી છે. જોકે બજારો અને દુકાનો પહેલાની જેમ જ ખુલી છે. શાળાઓ અને કોલેજો ખુલી છે પરંતુ મોટાભાગની ખાનગી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી ઘણી ઓછી છે કારણ કે તેમને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે.ભવાનીપુરમાં ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્ર પાલે લોકોને હાથ જોડીને વાહનો સાથે ઘરની બહાર ન નીકળવા વિનંતી કરી છે. બંધના સમર્થનમાં ઉત્તર 24 પરગણાના બાણગાંવ સ્ટેશન, દક્ષિણ 24 પરગણાના ગોચરણ સ્ટેશન અને મુર્શિદાબાદ સ્ટેશન પર ભાજપના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ઉત્તર 24 પરગણાના બેરકપોર સ્ટેશન પર જ્યારે ભાજપ સમર્થકો અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા ત્યારે તંગદિલી સર્જાઇ હતી.

Reporter: admin

Related Post