વડોદરા : પંચમહાલ, સૌરાષ્ટ્ર તેમજ અનેક જીલ્લાની બહેનો પહોંચી. મધ્યસ્થ જેલ દ્વારા પર્વ નિમિત્તે કરાઈ ખાસ વ્યવસ્થા
ભાઈ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન. આજના દિવસે બહેન પોતાના ભાઈને રક્ષા બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે વડોદરા મધ્યસ્થ જેલમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. 1700 જેટલા કાચા-પાકા કામના કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે તે માટે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તબક્કાવાર બહેનોએ જઈ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેને પોતાના ભાઈને રાખડી બાંધી બહાર આવતા કરૂણ દૃશો પણ જોવા મળ્યા હતા. તેમજ ભાઈ જલ્દી છૂટે તેવી પ્રાર્થના કરી હતી.
Reporter: admin