News Portal...

Breaking News :

દેશવાસીઓ મહિલાઓની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લે : રાષ્ટ્રપતિ

2024-08-19 12:06:01
દેશવાસીઓ મહિલાઓની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લે : રાષ્ટ્રપતિ


નવી દિલ્હી : 'તમામ દેશવાસીઓ આપણા સમાજમાં મહિલાઓની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લે.' તેવી અપીલ રાષ્ટ્રપતિએ કરી છે.'


રક્ષાબંધનનો તહેવાર આજે 19 ઓગસ્ટ દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય સાથે રક્ષાનું વચન લે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખાસ દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ અકાઉન્ટ પર લખ્યું, 'ભાઈઓ અને બહેનો વચ્ચેના અપાર પ્રેમનું પ્રતિક ધરાવતા તહેવાર રક્ષાબંધન પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 


આ પવિત્ર તહેવાર તમારા સંબંધોમાં નવી મધુરતા લાવે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.'રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ X પર લખ્યું, 'રક્ષાબંધનના શુભ અવસર પર, હું તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમ અને પરસ્પર વિશ્વાસની લાગણી પર આધારિત આ તહેવાર તમામ બહેનો અને પુત્રીઓ પ્રત્યે સ્નેહ અને આદરની લાગણી જગાડે છે. આ તહેવારના દિવસે હું ઈચ્છું છું કે તમામ દેશવાસીઓ આપણા સમાજમાં મહિલાઓની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લે.

Reporter: admin

Related Post