News Portal...

Breaking News :

ઇન્ડિયાના જ્હૉન્સ ફિલ્મ રેઇડર્સ ઑફ ધી લોસ્ટ અર્કમાં દર્શાવેલી ટોપી 5.28 કરોડમાં વેચાઈ

2024-08-19 12:01:47
ઇન્ડિયાના જ્હૉન્સ ફિલ્મ રેઇડર્સ ઑફ ધી લોસ્ટ અર્કમાં દર્શાવેલી ટોપી 5.28 કરોડમાં વેચાઈ


હોલિવુડ : હોલિવુડ અભિનેતા હેરિસન ફૉર્ડે ઇન્ડિયાના જૉન્સની બીજી સિઝનમાં પહેરેલી ટોપીને અંદાજે 6.30 લાખ અમેરિકી ડૉલર એટલે અંદાજે 5.28 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે.


ધી બ્રાઉન ફેલ્ટ ફેડોરા’ નામની આ ટોપીને ‘ટૅમ્પલ ઑફ ડૂમ’ ફિલ્મ માટે જ ખાસ બનાવવામાં આવી હતી. તેની લૉસ એન્જેલસમાં તાજેતરમાં હરાજી કરવામાં આવી હતી જેમાં તે 5.28 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.સ્ટાર વૉર્સ, હેરી પૉટર અને જેમ્સ બૉન્ડ પ્રોડક્શન્સના પ્રોપ્સ સહિત ‘મૂવી મેમોરેબિલિયા’ની અન્ય વસ્તુઓ પણ તે જ સમયે વેચવામાં આવી હતી.જૉન્સ એક ઍડવેન્ચરસ પુરાતત્ત્વવિદ છે, જેઓ ફિલ્મમાં આ ટોપી પહેરે છે. આ ટોપી પહેરીને તેઓ તેમના સાથીઓ સાથે એક ક્રૅશ થઈ રહેલા વિમાનમાંથી કૂદકો મારે છે.ફિલ્મના આ દૃશ્ય દરમિયાન તેઓ નાઇટક્લબ સિંગર વિલ્હેમિના ‘વિલી’ સ્કૉટ (કેટ કૅપશો દ્વારા ભજવાયેલું પાત્ર) તથા તેમના 12 વર્ષ જૂના મિત્ર શૉર્ટ રાઉન્ડ (કે હુઇ ક્વાન દ્વારા ભજવાયેલું પાત્ર) સાથે પ્લેનમાં સવાર દેખાય છે. 


તેઓ એક ચાઇનીઝ ગુનાહિત ટુકડીની પકડમાંથી છટકીને ભાગી રહ્યા હતા.પાઇલટે ફ્લાઇટમાં તોડફોડ કર્યા પછી આ ત્રણેય લોકો પહાડ તરફ જતાં પહેલાં જ વિમાનમાંથી નીચે કૂદી પડવા માટે એક તરાપા જેવી વસ્તુનો ઉપયોગ કરે છે.હરાજી કરનાર સમૂહે કહ્યું છે કે આ ટોપીનો ઉપયોગ પ્રોડ્યુસર જ્યૉર્જ લુકાસના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સ્ટુડિયોમાં પણ બીજી ફોટોગ્રાફી કરવા માટે થયો હતો. 1984ના ફિલ્મમાં ડિયાન ફેરાન્ડિનીએ ફોર્ડેના સ્ટન્ટ-ડબલ દૃશ્યમાં ‘ધી ફેડોરા’ પહેરી હતી. તેની ભૂતકાળમાં પ્રકાશિત ન થઈ હોય તેવી તસવીરો સાથે તેને વેચાવા માટે મૂકવામાં આવી હતી.ફેરાન્ડિનીનું ગત વર્ષે મૃત્યુ થયું હતું. આ ટોપી તેમના અંગત કલેક્શન માંથી આવી હતી.કાળા રંગની ફેડોરા એ પહેલી ઇન્ડિયાના જ્હૉન્સ કાળા રંગની ફેડોરા એ પહેલી ઇન્ડિયાના જ્હૉન્સ ફિલ્મ ‘રેઇડર્સ ઑફ ધી લોસ્ટ અર્ક’માં દર્શાવવામાં આવેલી ટોપીની જ એક અપડેટ છે.

Reporter: admin

Related Post