News Portal...

Breaking News :

ધવલકુમારજીએ સુંદરકાંડનું મહત્વ, રામ ધૂન, ભજન, અને સુંદરકાંડ ચોપાઇની મહિમા કહી હરિભક્તો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

2024-06-25 15:45:11
 ધવલકુમારજીએ સુંદરકાંડનું મહત્વ, રામ ધૂન, ભજન, અને સુંદરકાંડ ચોપાઇની મહિમા કહી હરિભક્તો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.


વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ખર્ચીકરના ખાંચામાં માનસ સત્સંગ ટ્રસ્ટના વક્તા ધવલકુમાર કંઠે સંત તુલસીદાસ રચિત શ્રીરામચરિતમાનસ પંચમ સોપાન સંગીતમય સુંદરકાંડ પાઠ, ભજન અને ધૂનનું આયોજન વિરેન્દ્ર શર્મા (વિરુ) યજમાન પદે તેમના નિવાસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. 



છેલ્લા 15 વર્ષથી વિરેન્દ્ર શર્માના નિવાસ્થાને માતા અને પિતાના શ્રદ્ધાંજલિના ભાગરૂપે દર વર્ષે સામૂહિક સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે. ધવલકુમારજી સાથે વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં સુંદરકાંડના પાઠનું વિશેષ મહત્વ છે. મહાકવિ તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસના 7 કાંડોમાંથી એક સુંદરકાંડ છે. સુંદરકાંડનો પાઠ કરવાથી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે અને માર્ગમાં આવતી દરેક બાધાઓ હનુમાનજી મહારાજ દૂર કરે છે, શ્રીરામચરિતમાનસ ભગવાન શ્રીરામના ગુણો અને તેમના પુરુષાર્થને દર્શાવે છે, પરંતુ સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે થોડો અલગ છે. 


શ્રીરામના પરમભક્ત હનુમાનજીના વિજયનો અધ્યાય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો તે આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિને વધારનારો કાંડ છે. સુંદરકાંડના પાઠથી વ્યક્તિની માનસિક શક્તિ વધે છે. કોઈપણ કામને પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે. આ પાઠમાં વડોદરા શહેરના કાઉન્સિલરો, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ડેપ્યુટી મેયર, ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, શ્રી ધવલકુમારજીએ સુંદરકાંડનું મહત્વ, રામ ધૂન, ભજન, અને સુંદરકાંડ ચોપાઇની મહિમા કહી હરિભક્તો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Reporter: News Plus

Related Post