વડોદરા : કૃષ્ણમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા અધ્યક્ષ રાજેશભાઇ પાઠકની આગેવાનીમાં સોમવારે શ્રાવણી પૂર્ણિમાના પવિત્ર દિવસે શહેરના ફતેગંજ ખાતે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં સવાસો જેટલા બ્રાહ્મણોએ યજ્ઞોપવિત બદલી હતી. આ કાર્યક્રમમાં પંડિત ચંદ્રપ્રકાશ શાસ્ત્રીજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બાહ્મણોને સૂર્યદેવ સમક્ષ મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત બદલાવી હતી. દર વર્ષની જેમ આગામી જાન્યુઆરી માસમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવનાર છે સાથે જ એક કન્યા વિવાહ યોજી કન્યાદાનનો સંકલ્પ પણ રાજેશભાઇ પાઠક દ્વારા કરવામાં આવ્યો છે. દર શનિવારે ફતેગંજ સ્થિત પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઇ પાઠકની અધ્યક્ષતામાં સુંદરકાંડ તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે
સાથે સાથે આ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં શહેરમાં વરસાદી પાણી ભરાતા અનેક જરુરિયાતમંદ લોકોને ભોજન, રાશન તથા તાળપત્રી નું વિતરણ કરવામાં આવ્યું હતું, આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જરુરિયાતમંદ પરિવારના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવે છે સાથે ધાર્મિક યાત્રા, ભાગવત સપ્તાહ, સહિત અનેક ધાર્મિક અને સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યાં છે.આ કાર્યક્રમમાં આયોજક રાજેશભાઇ પાઠક, બી.આર.મિશ્રા, ઓમકાર તિવારી, રાકેશ શુક્લા, અખિલાનંદ ત્રિપાઠી, અમીત પાંડે,રાજેશ તિવારી, ચંદ્રપ્રકાશ પાંડે તથા પારસનાથ પાંડે તથા રાજેશભાઇ મિશ્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Reporter: admin