News Portal...

Breaking News :

સુભાષ નગર ખાતે થયેલી હત્યા મામલે પોલીસ ભવન ખાતે પરિવારજનો પહોંચ્યા

2024-08-21 16:22:26
સુભાષ નગર ખાતે થયેલી હત્યા મામલે પોલીસ ભવન ખાતે પરિવારજનો પહોંચ્યા


વડોદરા: વિશ્વામિત્ર સુભાષ નગર ખાતે થયેલી ઘટનાને લઈને પરિવારજનોને યોગ્ય ન્યાય ન મળતા તેઓ આજે પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા અને ન્યાયની માંગણી કરી હતી.અમારા દિકરાનું મર્ડર થયેલ છે અને અમારા પતિને પણ ચાકુના ઘા મારવામાં આવેલ છે. 


આમ, સામેવાળા વ્યકિતને કોઈ પણ પ્રકારની ઈજા થયેલ નથી. તો પણ અમારા પતિ પર ૩૦૭ની કલમ લગાડવામાં આવી છે. આમ, આ બાબતમાં ચાર વ્યકિતઓની ઘરપકડ કરવામાં આવેલ છે. પરંતુ, બીજા ચાર આરોપીઓ નામે (૧) સાગર સરદાર (૨) રાહુલ અને (૩) રાજા (૪) થી વ્યકિતનું નામ અમને ખબર નથી. પરંતુ, આ ચોથી વ્યકિત ખિસકોલી સર્કલ, કલાલી, વડોદરામાં રહે છે. અમે આ બાબતે પોલીસને જાણ કરી હતી ત્યારે, કોઈપણ આ વિષયમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ ઉપર જણાવેલ બધા જ વ્યકિતઓ રીક્ષા ડ્રાઈવર છે અને તેઓ મારક હથીયારો લઈને જ આવેલ હતા.તેઓના નામ, તેમજ રીક્ષા નંબર આપેલ છે.


પરંતુ, આ બાબતે કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. રાવપુરા પોલીસ સ્ટેશને અમારા પતિને ૩૦૭ જેવી ગંભીર પ્રકારની કલમ લગાડેલ છે અને આરોપીની સાથે ભેગા મળીને, ભીનું સંકેલી રહેલ છે અને અમને ઘરનાંજ ચાર જણને પકડીને લાવેલ છે, અને જે બહારના રીક્ષા લઈને મારવા માટે આવેલા ચાર વ્યકિતઓને આજ દિન સુધી ધરપકડ કરેલ નથી. રાવપુરાના વહીવટદારે આરોપીઓ સાથે બહુ જ મોટો વહીવટ કરી લીધેલ હોય તેમ લાગે છે. એમ જાણવા મળેલ છે. ત્યારે પરિવાર અને સ્વજનો આજે મોટી સંખ્યામાં પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા અને સામે વાળો હજી ચાર લોકોને મારવાની ધમકી આપી રહ્યો છે ત્યારે આજે પરિવારને ન્યાય મેળવવા માટે પોલીસ કમિશનને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Reporter: admin

Related Post