તમામ ખાતાના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને વૈદકીય સારવાર આપતી કેન્દ્ર સરકારની સીજીએચએસની વડોદરા ખાતેની ડિસ્પેન્સરીનું ચાલુ મહિનામાં પાણીગેટ વિસ્તારમાં ગમે ત્યારે શિફ્ટિંગ અંગે વડોદરા સ્થિત (સીજીએચએસ સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ) ની રાવપુરા xખાતેની ડિસ્પેન્સરીમાં જાહેરાત અંગે લીફલેટ લગાવી દેવાયા છે જેથી કર્મચારીઓને મુશ્કેલી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કે વડોદરામાં સેન્ટ્રલ ગવર્નમેન્ટના પોસ્ટલ વિભાગના કર્મચારીઓ તથા નિવૃત પેન્શનરોને વૈદકીય સારવાર માટે રાવપુરા જીપીઓ પાછળ પોસ્ટલ ડિસ્પેન્સરી આવેલી હતી. ઉપરાંત અન્ય કેન્દ્રીય કર્મચારીઓને પોતાની વૈદકીય સારવાર બાબતે વિવિધ સ્થળે દાકતરી સલાહ અને દવાઓ બાબતે જવું પડતું હતું.
આ અંગે કેન્દ્ર સરકારમાં વડોદરાના સ્થાનિક સાંસદ રંજનબેન ભટ્ટની રજૂઆત સહિત સ્થાનિક સેન્ટ્રલ ગવર્મેન્ટ કર્મચારીઓ અને વિવિધ યુનિયનો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પરિણામેકેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સઘન રજૂઆતો થઈ હતી. પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોની સગવડ અંગે વડોદરા પોસ્ટર ડિસ્પેન્સરીને સીજીએચએસમાં મર્જ કરી દીધી હતી. પરિણામે સેન્ટ્રલ ગવર્નમેન્ટના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોમાં જે તે વખતે ખુશીની લહેરવી આપી હતી.
વડોદરા રીજીયનના કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોને રાવપુરા ખાતેની ડિસ્પેન્સરીમાં વૈદિકીય સારવાર મળવા મળવાની શરૂ થઈ ગઈ હતી.
Reporter: News Plus