અનેક વિસ્તારોમાં રોડ ખોદી નખાયા છે ચોમાસા પહેલા પુરાઈ જશે? - પરિવાર ચાર રસ્તા નજીક નવો રોડ બનાવ્યા બાદ ગટરનું કામ યાદ આવ્યું શહેરના પરિવાર ચાર રસ્તા નજીક નવા બનાવાયેલા રોડ ઉપ્પર રેનેજ નાખવાની કામગીરી શરુ કરવામાં વાત રોને ખોદી નાખવામાં આવ્યો છે. જેના કારણે લોકો પરેશાન થઇ ઉઠ્યા છે. ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે તેવામાં જો ચોમાસા પહેલા આ ખાડાઓ નહિ પુરાય તો ભારે હાલાકી સર્જાય તેમ છે.
વડોદરા શહેરમાં રોડ રસ્તાનો વિકાસ તો કરવામાં આવે છે પરંતુ રોડ રસ્તા બન્યાના થોડા જ સમયમાં તેને ખોદી નાખવામાં આવે છે. અને ક્યાં તો ડ્રેનેજનું કામ, પાણીની નવી લાઈન નાખવાનું કામ અથવા તો કેબલ નાખવાનું કામ શરુ કરી દેવામાં આવે છે અને તેના કારણે નવા બનાવાયેલો રોડ ખોદી નાખવામાં આવે છે. શહેરના પરિવાર ચાર રસ્તાથી સવિતા હોસ્પિટલ જવાનો માર્ગ હજુ એક વર્ષ પહેલા જ બન્યો હતો. આ માર્ગ એટલો સરસ બનાવવામાં આવ્યો હતો કે સ્થાનિક રહીશોએ તે બાદલ પાલિકાનો આભાર પણ માણ્યો હતો. પરંતુ એક જ વર્ષમાં આ માર્ગને ખોદી નાખવામાં આવ્યો છે.
ડ્રેનેજ લાઇનનું કામ શરુ કરવામાં આવ્યું હોવાથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે. ત્યારે શું પાલિકાને નાકવાં રોડ બનાવ્યા બાદ જ અન્ય કામગીરીનો ખ્યાલ આવે છે? રોડ બનતા પહેલા તે ખ્યાલ આવતો નથી? સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પાલિકા દ્વારા ગ્રાન્ટના નાણાંનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચોમાસુ માથે આવીને ઉભું છે તે પહેલા આ ખાડાઓ કેવી રીતે પુરાશે તે પણ એક સમસ્યા છે. સ્થાનિકો રાહ જોઈને બેઠા છે કે આ ખાડાઓ વહેલી તકે પુરી દેવામાં આવે.
Reporter: News Plus