શહેરના હાથીખાનામાં.શુક્રવારી બજારમાં બકરા વેચવા બાબતે ઝગડો થતા ઉશ્કેરાયેલા માથા ભારે તત્વોએ ચાર જણા પર હુમલો કરી માર મારતા નાસભાગ મચી ગઇ હતી.જયારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.
વડોદરા શહેરના હાથીખાના અતિ સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં પણ શુક્રવારી બજાર માં બકરા વેચવા નો બેરોકટોક ધીકતો ધંધો ચાલી રહ્યો છે. શુક્રવારી બજારમાં બકરા વેચવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. જ્યાં આ બજાર માં.પોતાનું વર્ચસ્વ જાળવવા માટે કેટલાક.માથાભારે તત્વો બકરા વેચવા આવતા પશુ પાલકો સાથે દાદાગીરી કરીને હપ્તા વસૂલી પણ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આવી જ રીતે આજે શુક્રવારી બજાર માં નવાયાર્ડ ડી કેબિન માં રહેતા આમિર ખાન વસીમ ખાન પઠાણ તેઓના અન્ય સંબંધી સાથે બકરા વેચવા માટે આવ્યા હતા દરમિયાન આજ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો અજુ કાજુ હુસેન, અનવર હનીફ તેમજ કાશીમ ત્યાં આવી પહોંચ્યા હતા અને અહીંયા બકરા વેચવાના નહીં તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી. થતા મામલો બીચકતા કાશીમ.હનીફ સહિત આ ચારેય માથા ભારે તત્વો એ બેઝ બોલ સ્ટીક હોકી અને બેલ્ટ વડે હુમલો કરતા લોકોમાં નાશ ભાગ મચી ગઇ હતી.
જ્યારે અમન ભૂરા પઠાણ, અનવર સકીલ પઠાણ , અસમત નશિર ખાન પઠાણ, આમિર ખાન વસીમ.ખાન પઠાણ ને ઇજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ મામલે કુંભાર વાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હુમલાખોરો ની શોધખોળ હાથ ધરી.છે.
Reporter: News Plus