News Portal...

Breaking News :

બોડેલી ની શેઠ એચ.એચ.શિરોલાવાલા હાઈસ્કૂલનું ધોરણ 10 નું પરિણામ 90.41 ટકા આવતા તાલુકામાં શાળા અગ્રેસર રહી...

2024-05-11 18:36:45
બોડેલી ની શેઠ એચ.એચ.શિરોલાવાલા હાઈસ્કૂલનું ધોરણ 10 નું પરિણામ 90.41 ટકા આવતા તાલુકામાં શાળા અગ્રેસર રહી...

શિરોલાવાલા સ્કૂલની વિદ્યાર્થીની પ્રાચી અલ્પેશભાઈ બારીયા અને બોડેલી ની માય શાનેન સ્કૂલનો વિદ્યાર્થી મનનકુમાર અંકુરભાઈ જોશી એ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં એક સરખા ગુણ મેળવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યા... શાળા સંચાલક મંડળ સહિત શાળા પરિવાર એ ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા...


ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ - 2024 માં લેવાયેલ ધોરણ 10 એસએસસી ની બોર્ડ પરીક્ષા નું પરિણામ આજે 82.56 ટકા જાહેર થતાં તેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.57 ટકા જે ગત વર્ષ કરતા 23.13 ટકા જેટલું વધુ આવ્યું છે ત્યારે જિલ્લામાં આવતા બોડેલી કેન્દ્ર નું પરિણામ 84.33% અને સમગ્ર તાલુકામાં અગ્રેસર એવી બોડેલીની શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલનું 90.41% ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે... જેમાં શાળાની વિદ્યાર્થીની પ્રાચી અલ્પેશભાઈ બારીયાએ 600 માંથી 573 ગુણ મેળવી 99.59 પર્સેન્ટાઇલ રેન્ક સાથે 95.5 ટકા મેળવી બોડેલી શિરોલાવાલા સ્કૂલ તથા સમગ્ર બોડેલી તાલુકામાં પ્રથમ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના વિદ્યાર્થી માનવ કુમાર દિનેશભાઈ સુથારે 600 માંથી 567 ગુણ મેળવી 99.21% પર્સેન્ટાઈલ રેન્ક સાથે 94.5 ટકા મેળવી શાળામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ શાળાના વિદ્યાર્થી યશ જીગ્નેશકુમાર પ્રજાપતિએ 600 માંથી 565 ગુણ મેળવી 99.07 પર્સેન્ટાઈલ રેન્ક સાથે 94.16 ટકા મેળવી શાળામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

આ સાથે બોડેલીની માય શાનેન સ્કૂલનો વિદ્યાર્થી મનનકુમાર અંકુરભાઈ જોશી એ પણ 600 માંથી 573 ગુણ મેળવી 99.59 પર્સેન્ટાઈલ રેન્ક સાથે 95.5 ટકા મેળવી સમગ્ર બોડેલી તાલુકામાં અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. 


બોડેલીની શિરોલાવાલા હાઇસ્કુલનું 90. 41 ઉત્કૃષ્ટ પરિણામ અને તેમાંય શાળાની વિદ્યાર્થીની પ્રાચી બારીયા એ સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હોય પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળા સંચાલક મંડળનાં પ્રમુખ રાજુભાઈ શાહ એકતા વાળા, મંત્રી ભાવેશભાઈ શિરોલાવાલા, ઉપપ્રમુખો સુનિલભાઈ શાહ તથા આકાશભાઈ ઠક્કર , સહમંત્રી કાર્તિક કુમાર શાહ સહિત ટ્રસ્ટી મંડળના તમામ સદસ્યો સાથે શાળાના આચાર્ય મહેશભાઈ ગજ્જર સાથે શાળા પરિવારના શિક્ષકોએ અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. 

આવી જ રીતે બોડેલીની માય શાનેન સ્કૂલનાં વિદ્યાર્થી મનનકુમાર જોષી એ પણ પ્રાચી બારીયા જેટલા જ ગુણ મેળવી સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હોય શાળા સંચાલક મંડળ જેસીટી ગ્રુપના ચેરમેન લોકેન્દ્રસિંહ વાંસદીયા સાથે તેમના સાથી ટ્રસ્ટીઓ તેમજ શાળા પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી..


Reporter: News Plus

Related Post