GSFC યુનિવર્સિટીએ ટેકક્ષહિબીટ પ્રોજેક્ટ એક્સ્પો સાથે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, આઇઓટી, ડેટા સાયન્સ, કેમિકલના ક્ષેત્રમાં 100 જેટલા નવીન પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું. જીએસએફસી યુનિવર્સિટી દરેક સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ કરવાની તેની વિશિષ્ટતા માટે જાણીતી છે જેથી નેશનલ ટેક્નોલૉજી 3 નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા તેમની ઇનોવેશન ક્ષમતા દર્શાવીને તેનું પ્રદર્શન કર્યું.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ઈમેજ પ્રોસેસિંગ, IOT નો ઉપયોગ કરીને હોમ ઓટોમેશન સિસ્ટમ્સ અને ઘણી બધી મશીન લર્નિંગ એઆર/વીઆર અને મોબાઇલ એપ્લિકેશનના સ્કેલેબલ ઉદ્યોગ સ્તરના પ્રોજેક્ટ્સ તથા કેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા રાસાયણિક પ્રક્રિયાની કાર્યકારી શ્રેણી રજૂ કરી અને બિન-કાર્યકારી મોડેલો, વિવિધ વિભાજન સિદ્ધાંતો અને સાધનોની ડિઝાઇનને પ્રકાશિત કર્યાં. આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને સ્પધાત્મક બનાવવા માટે શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ અને મોડેલો આકર્ષક ઇનામો આપવામાં આવ્યા જેનો નિર્ણય ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યો
આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર જી આર સિંહા, ડાયરેક્ટર (એડમિન) શ્રી આર બી પંચાલ, શ્રી બી બી ભાયાણી, સીઈઓ
- GUIITAR, ડો. સૌરભ શાહ, ડીન-સ્કૂલ ઓફ ટેક્નોલોજી તથા જાણીતા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા
Reporter: News Plus