ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2024 માં માર્ચ માસમાં લેવાયેલી ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં હાલોલ કેન્દ્રનું ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ 73.45 ટકા આવ્યું છે જેમાં ગત વર્ષ 2023 ની સરખામણીએ આ વર્ષે 19.24% જેટલું પરિણામ વધુ આવ્યું છે જેમાં ગત વર્ષે 54.21% પરિણામ આવ્યું છે. એમાં હાલોલ કેન્દ્ર પર કુલ 1429 વિદ્યાર્થીઓ ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષા માટે નોંધાયા હતા જે પૈકી 1405 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1032 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર આજે વહેલી સવારથી જ ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાતા સમગ્ર ગુજરાત રાજ્ય સહિત હાલોલ પંથકમાં પણ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ સહિત વાલીઓ દ્વારા બોર્ડનું પરિણામ કોમ્પ્યુટર,લેપટોપ અને મોબાઈલના માધ્યમોથી જોઈ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તેમજ પાસ થનાર વિદ્યાર્થીઓનું પરિણામ સોશિયલ મીડિયાના માધ્યમો પર વિદ્યાર્થીઓ સહિત તેઓના વાલીઓ દ્વારા શેર કરવામાં આવ્યું રહ્યું છે જેને લઈને શ્રેષ્ઠ ક્રમ મેળવનાર તેમજ પાસ થનાર વિદ્યાર્થીઓ પર અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે જ્યારે ધોરણ 10 એચએસસીની પરીક્ષાના પરિણામને લઈને પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશી અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં દુઃખ સાથે નારાજગી જોવા મળતા કંઈ ખુશી કહી ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જેમાં હાલોલ કેન્દ્રનું ગત વરસની સરખામણીએ આ વર્ષે પરિણામ સારું આવતા અને ગત વર્ષની સરખામણીએ 19.24% જેટલું પરિણામ સુધરતા સમગ્ર હાલોલ પંથકની શાળાઓના સંચાલકો આચાર્યો સહિત શિક્ષકોમાં પણ ખુશી ફેલાયેલી જોવા મળી રહી છે.
જેમાં આજે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જાહેર થયેલ ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતા હાલોલની વી.એમ શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલનો વિદ્યાર્થી મેદાન મારી ગયો છે જેમાં હાલોલ કેન્દ્રમાં વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલનો વિદ્યાર્થી ભોઈ હેતકુમાર રમેશભાઈ 99.80 પર્સન્ટાઈલ રેન્ક અને 96.33% સાથે પ્રથમ આવ્યો છે જ્યારે વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ અન્ય ચાર વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ ક્રમ મેળવી પાસ થયા છે જેમાં ગોર વૈદહી હિતેશકુમાર 99.21 પર્સન્ટાઈલ રેન્ક અને 94.5 ટકા સાથે જ્યારે પટેલ અદિતિબેન સૌરભ કુમાર 99.21 પર્સન્ટાઈલ રેન્ક 94.5 ટકા સાથે ચૌહાણ ઝાંખી મહેશભાઈ 98.82 પર્સન્ટાઈલ રેન્ક અને 93.66 અને મકવાણા અભી દિનેશકુમાર 98.82 પર્સન્ટાઈલ રેન્ક અને 93.66 ટકા સાથે શ્રેષ્ઠ ક્રમ મેળવી પાસ થતા શાળાના સંચાલકો આચાર્ય અને તેઓના વાલીઓ દ્વારા તેઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે જ્યારે વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કુલ ખાતે 14 વિદ્યાર્થીઓ a1 ગ્રેડ અને 19 વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનું પણ શ્રેષ્ઠ પરિણામ આવતા સંચાલકો અને આચાર્ય સહિત શિક્ષકોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.
...
Reporter: News Plus