મુંબઈ : મહારાષ્ટ્રની બધી રાજકીય પાર્ટીઓએ વિધાનસભાની તૈયારી શરૂ કરી દીધી હતી. આ તૈયારીમાં સૌથી મહત્વની કસરત હતી સિટ શેરિંગ.
2019ની ચૂંટણી બાદ રાજકારણના બદલાયેલા સમીકરણો અને 2021માં આવેલી ઉથલપાથલો બાદ રાજ્યમાં બે મોટા ગઠબંધન બની ગયા છે અને ત્રણ ત્રણ પક્ષના આ ગઠબંધનોએ 288 બેઠકની વહેંચણી કરવાની છે. ભાજપ સાથે એનસીપી અને શિવેસનાનો એક ભાગ અને કૉંગ્રેસ સાથે પણ શિવેસનાUBT અને એનસીપીનો એક ભાગ ભળી ગયો છે. મહાવિકાસ આઘાડી (એમવીએ) અને મહાયુતી એમ બે ગઠબંધન છે અને બન્ને બેઠકોની વહેંચણીની કડાકૂટમાંથી હજુ બહાર આવ્યા નથી ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બન્ને વચ્ચે સમાધાન થયું છે અને બેઠકોની વહેંચણી નક્કી થઈ છે.
જોકે હજુ સત્તાવાર કોઈ માહિતી નથી, પરંતુ નજીક આવતી ચૂંટણીની તારીખને જોતા એકાદ દિવસમાં યાદી જાહેર થાય તેવી સંભાવના છે.કૉંગ્રેસ, એનસીપી (શરદ પવાર), શિવસેના (યુબીટી)ની ત્રિપુટી 2019 પછી અસ્તિત્વમાં આવી છે. જોકે તે સમયે શિવસેના અને એનસીપીના ભાગલા પડ્યા ન હતા. હવે બન્નેની તાકાત વહેંચાઈ ગઈ છે ત્યારે કૉંગ્રસે જ મોટો ભાઈ બનીને ઉભરી આવ્યો છે. આમ પણ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો દેખાવ ખૂબ જ સારો રહ્યો હોવાથી કૉંગ્રેસે મનનું ધાર્યું કર્યું હોય તેમ લાગે છે. સૂત્રોનું માનીએ કૉંગ્રેસ 110-115 જેટલી બઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખશે જ્યારે ઉદ્ધવસેના 90થી 95 બેઠક પર ઉમેદવાર ઊભા રાખશે. આશ્ચર્યજનક રીતે શરદ પવારની એનસીપીના હાથમાં 75 આસપાસ બેઠક આવે તેમ કહેવાય છે.
Reporter: admin