વડોદરા : પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના રાવપુરા વિસ્તારમાં મધ્યપ્રદેશ અને NCBની ટિમ દ્વારા KHLOROPHYLLS Biotech pvt. Ltd. કંપનીનું ગોડાઉન આવેલું છે.
જ્યાં મોડી સાંજે મધ્યપ્રદેશ પોલીસ અને NCB ની ટિમ આવી પહોંચી ગુપ્ત તપાસ શરૂ કરી હતી.મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલા ગેરકાયદે દવાઓનો જથ્થો પકડાયો હતો. જેની તપાસ સંદર્ભે MP પોલીસ અને નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટિમ વડોદરા આવી હતી.સેન્ટ્રલ નાર્કોટિક્સ ટીમના દરોડામાં નાર્કોટિક્સની ટીમના કલોરોફિલ્સ નામની કંપની માં તપાસ હાથ ધરાઈ હતી.
850 બોટલ મયકોડેન સીરપ અને ટ્રમાફેન ડી 15300 ટેબ્લેટનો જથ્થો સીઝ કરાયો છે.નશીલી દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનો ખુલાસો થયો છે.વડોદરાથી એક આરોપીને પણ ડીટેઇન કરાયો છે. અમદાવાદ - ગાંધીનગર અને ભાવનગર થી 2 આરોપીની ધરપકડ થઈ હતી.
Reporter: admin