News Portal...

Breaking News :

પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા

2024-09-21 10:04:27
પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા


વડોદરા : છોટાઉદેપુરમાં ટ્રાઈફેડના ચેરમેન પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા કરવામાં આવી છે. પીપલદી ગામે ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી છે. 


આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. મળતી વિગતો મુજબ, રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત નીપજ્યું છે. હત્યાની ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, જેમાં ગામના જ બે શખ્સો સામે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, કવાંટ તાલુકાના પીપલદી ગામે પૂર્વ સાંસદના ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 


બે શખ્સ મોટર સાયકલ પર આવીને ફાયરિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેમાં શંકર રાઠવા અને રેવજી રાઠવા પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. અગાઉ ગ્રામપંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાની મૃતક સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. જણાવી દઈએ કે, મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના નાના ભાઈનો પુત્ર હતો.નોંધનીય છે કે, બંને આરોપી હાલ ફરાર છે અને મૃતદેહને PM અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે જ હત્યા પાછળનું શું કારણ છે એ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post