News Portal...

Breaking News :

કેદ્ર સરકારનો ખાદ્યતેલો પર ડ્યુટી વધારો: સપ્તાહમાં જ તમામ તેલમાં 225 થી 275 રૂપિયાનો ભડકો

2024-09-21 10:02:13
કેદ્ર સરકારનો ખાદ્યતેલો પર ડ્યુટી વધારો: સપ્તાહમાં જ તમામ તેલમાં 225 થી 275 રૂપિયાનો ભડકો


અમદાવાદ :કેદ્ર સરકારે ખાદ્ય તેલો પર બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કરયો હતો. આ વધારાની સાથે જ તેલના ભાવમાં 10 થી 17 ટકાનો વધારો ઝીંકાયો હતો. 


લેટેસ્ટ અપડેટ અનુસાર, કપાસિયા અને પામ તેલમાં રૂપિયા 50 રૂપિયાનો વધારો થયો. તો સનફ્લાવર તેલ, મકાઈ અને સરસવ તેલમાં પણ 50 રૂપિયાનો વધારો થયો. આયાત ડ્યુટી વધ્યા બાદ હાજર માલની ખેંચના બહાના હેઠળ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ સપ્તાહમાં જ તમામ સાઈડ થયેલોમાં 225 થી 275 રૂપિયાનો તોતિંગ વધારો થયો. કપાસિયા તેલનો ડબ્બો 2080 થી વધીને 2130 રૂપિયા થયો. તો પામ તેલનો ડબ્બો 1885 થી વધીને 1935 રૂપિયા થયો. ગુજરાતીઓને સૌથી વધુ મુંઝવતો પ્રશ્ન મોંઘવારી છે. ખાદ્યતેલના ભાવમાં સતત એક મહિનાથી ભડકો થઈ રહ્યો છે. સરકારના એક નિર્ણયને કારણે તેલના ભાવ આસમાને પહોંચી ગયા અને હવે ગુજરાતની જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે. 


સરકારે આયાત ડ્યુટીમાં વધારાના પગલે કપાસિયા તેલ, સિંગતેલ અને પામ તેલ, સન ફ્લાવર તેલ ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલના ભાવ ઉંચકાતા હવે સરકારે તાત્કાલિક બેઠક બોલાવી અને ઉત્પાદકોને તેલના ભાવ ન વધારવા અનુરોધ કર્યો. જોકે એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાથી કંઈ નહિ થાય. તેમાં પ્રજાને જ પીસાવાનું આવશે. ગત 12 સપ્ટેમ્બરે સોયાબીન તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 1850 રૂપિયા હતો, જે 19 સપ્ટેમ્બર સુધીમાં 200 રૂપિયા વધીને 2050 થયો છે.પામતેલના ડબ્બાનો ભાવ રૂ. 1750 હતો તેમાં 300 રૂપિયા વધીને 2050 થયો છે.સનફલાવર તેલનો ભાવ 1780 રૂપિયા હતો, સામે 220 રૂપિયા વધીને 2000 રૂપિયા પર પહોંચી ગયો છે.

Reporter: admin

Related Post