ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં આજે સવારે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને કેટલાય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારે પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોએમ અમી છાંટણા જોવા મળ્યા હતા. વહેલી સવારે વાદળોની ફોજ આકાશમાં જોવા મળી હતી અને તે જોત જોતામાં વરસી ગયા હતા. ચોમાસુ ગુજરાતમાં દસ્તક દઈ રહ્યું છે. ત્યારે આગામી 8 જૂનથી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે વાતાવરણમાં પલટો આવતા હવે વહેલા ચોમાસાની આશા બંધાઈ છે. જો કે હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે તેવી આગાહી કરી હતી તે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદે ઠંડક પ્રસરાવી દીધી હતી.
Reporter: News Plus