News Portal...

Breaking News :

રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડી શકે છે અને ત્યાંથી પ્રિયંકા લડે એવી શક્યતા

2024-06-05 10:37:18
રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડી શકે છે અને ત્યાંથી પ્રિયંકા લડે એવી શક્યતા


ગ્રેસના રાહુલ ગાંધી બે બેઠકો ઉપરથી ચૂંટણી લડયા લડ્યા હતા. અને આ બંને બંને બેઠકો ઉપર તેઓની ભવ્ય જીત થઇ હતી ત્યારે તેઓ કઈ બેઠક છોડશે તેની અટકળો જોવા મળી હતી.


દરમિયાન સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડી શકે છે અને આ બેઠક ઉપર પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. લોકસભાની ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધને મજબૂતાઈ મેળવી છે. અને મજબૂત વિપક્ષ તરીકે પણ સામે આવ્યું છે. જો કે આ ગઠબંધન સરકાર પણ બનાવી શકે છે. અને તે અંગેનો નિર્ણય આજે મળનારી બેઠકમાં કરાશે. આગામી સમયમાં ઇન્ડી ગઠબંધન કઈ રીતે આગળ ધપે છે તે જોવું રહ્યું જો કે હાલ સુત્રોમાંથી જે સમાચાર મળી રહ્યા છે એ મુજબ રાહુલ ગાંધી કે જે બંને બેઠક ઉપરથી જીત્યા છે તેઓ વાયનાડ બેઠક છોડી શકે છે. અને આ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે.

Reporter: News Plus

Related Post