4 જૂનના રોજ પરિણામોને લઈને શેર બજાર પછડાયું હતું જો કે આજે પુનઃ સેન્સેક્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 72,600 ના સ્તરે પહોંચ્યું હતું. નિફટીમાં પણ 150 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
4 જૂન રોજ પરિણામોની અસર શેર બજાર ઉપર પણ જોવા મળી હતી. ગઈ કાલે સેન્સેક્સ 4389ના ઘટાડા સાથે 72,079 પર બંધ થયો હતો. અને નિફટીમાં પણ ઘટાડો હતો જો કે આજે સેન્સેક્સ 600 પોઇન્ટ વધ્યો હતો. અને નિફટીમાં પણ 150 જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. આજે હિન્દુસ્તાન લીવરના શેરમાં પણ વધારો થયો હતો. આ શેર 5 ટકા કરતા વધુ ઉપર ચઢ્યો હતો. ચૂંટણીના પરિણામો બાદ અદાણી ગ્રુપને મોટું નુકસાન થયું છે. ગ્રૂપની તમામ 10 કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. જેના કારણે ગ્રુપને માર્કેટ કેપમાં 3.64 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતાઓ જણાઈ રહી છે. જો કે આગામી સમયમાં સરકાર કોની બનશે અને શપથ ગ્રહણ બાદ શેરબજાર માં તેજી આવે છે એક ઘટાડો થાય છે તેના ઉપર સહુની નજર છે.
Reporter: News Plus