નવા ચૂંટાયેલા વડોદરાથી ભાજપના સાંસદ ડો. હેમાંગ જોશીએ ભવ્ય જીત બાદ જણાવ્યું કે, ફોર્મ ભરતા વખતે પણ હું અહિંયા દર્શનાર્થે આવ્યો હતો. હું જ્યારે ભણતો હતો, ત્યારે પણ આ મંદિરે દર્શન કરવા માટે આવતો હતો. પ્રજાએ નરેન્દ્રભાઇ મોદીજીની પાર્ટીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સમર્થન આપીને મોટી સંખ્યામાં ચૂંટ્યા છે.
આટલા ખોબે ખોબે મત વડોદરાના ઉમેદવાર તરીકે મને આપ્યા છે. હું પ્રજાનો આભાર માનું છું.વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરાની પ્રજાએ મને 5,82,126 ગુજરાતમાં ત્રીજા નંબરે વડોદરાને સ્થાન આપ્યું છે. અને ભાજપના ઉમેદવાર, મને જીતાડ્યો છે. ત્યારે રાજકોટ દુર્ઘટનામાં મૃ્તકો આપણી વચ્ચે નથી. તેમની માટે મુખ્યમંત્રી દ્વારા ઘણી જાહેરાતો કરવામાં આવી છે. તો આ રૂ. 5,82,126 અનુદાન હું રાજકોટ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં જિલ્લા કલેક્ટરને સુપરત કરવાનો છું.પર્યાવરણની ચિંતા વધુમાં તેમણે ઉમેર્યું કે, વડોદરામાં દોઢ મહિનામાં સખત ગરમીમાં કાર્યકર્તાઓએ મહેનત કરી છે. આપણે સૌ એ વિશ્વ પર્યાવરણની ચિંતા કરવાની તાતી જરૂરીયાત છે. આવનારા અઢી વર્ષમાં 5,82,126 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરું છું. આપણે સૌ મળીને વડોદરાના હરીયાળું બનાવીએ.
Reporter: News Plus