વિપક્ષમાં રહીશું કે સરકાર બનાવીશું, આજે INDIA બેઠકમાં નક્કી થશે કોંગ્રેસ ની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને સીધું પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ વિપક્ષમાં રહેવા ઈચ્છશે કે સરકાર બનાવશે. તેના પર રાહુલે કહ્યું કે અમે INDIA ગઠબંધનનો હિસ્સો છીએ.
આવતીકાલે ૫ જૂને ગઠબંધનની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે અદાણીના શેરો જોયા જ હશે.અદાણીજી મોદીજી સાથે ડાયરેક્ટ રિલેશનશીપમાં છે. પરંતુ જનતાએ નરેન્દ્ર મોદીજીને કહી દીધું છે કે અમારે તમારી જરૂર નથી. અમે ચૂંટણીમાં ભાગ લેનાર દરેકનો આભાર માનીએ છીએ. હું મીડિયા અને દરેકનો આભાર માનું છું. અંતમાં એટલું જ કહી દઉં કે બંધારણને બચાવવાનું કામ ગરીબમાં ગરીબ વ્યક્તિએ કર્યું છે. જ્યારે તેઓએ અમારું બેંક ખાતું બંધ કર્યું. મુખ્યમંત્રીને જેલમાં ધકેલી દેવાયા. ત્યારે અમે વિચાર્યું કે ભારતના લોકોએ સાથે મળીને તેમના અધિકારો માટે લડવું જોઈએ અને આ સાચું સાબિત થયું. અમે અમારા બબ્બર શેર કાર્યકરોનો હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ. તમે બંધારણને બચાવવા માટે પહેલું અને સૌથી મોટું પગલું ભર્યું છે.
Reporter: News Plus