સાવલીના એડવોકેટ અને ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના મહામંત્રી ગુણવંતસિંહ ચૌહાણ એ ક્ષત્રિય સમાજના સમર્થનમાં પોતાનું રાજીનામું લખેલો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ધારાસભ્યને પાઠવતા ચકચાર માંથી જવા પામી છે.પુરષોત્તમ રૂપાલા ના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ પ્રવૃત્તિ રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો આવી રહ્યા છે તેવામાં સાવલીના મેવલી ગામના વતની ગુણવંતસિંહ ચૌહાણ ક્ષત્રિય સમાજની અસ્મિતાને ખાતર મહામંત્રી પદેથી રાજીનામું આપવાનું કારણ રજૂ કર્યું છે અને તેઓએ પોતાનું રાજીનામું લખેલો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય ને સંબોધીને રાજીનામા નો પત્ર પાઠવ્યો છે.આમ પુરુષોત્તમ રૂપાલા ની વિવાદિત ટિપ્પણી નો મુદ્દો અને વિરોધ તાલુકા કક્ષા સુધી પહોંચ્યો છે સાવલી તાલુકા માંથી હજુ પણ ભાજપના ક્ષત્રિય હોદ્દેદારોના રાજીનામાં પડે તેવી સંભાવના છે.
Reporter: News Plus