"ગર્ભોત્સવ સંસ્કાર પ્રશિક્ષણ શિબિર" નું સફળ આયોજન હરિ ફાર્મ, લક્ષ્મી પૂરા ગોત્રી રોડ, વડોદરા ખાતે ખૂબ સુંદર રીતે સંપન્ન થયું. જેમાં ગર્ભસંસ્કાર ની વિસ્તૃત જાણકારી તથા વિભિન્ન પાસા વિજ્ઞાન સંમત રજૂ કરવામાં આવ્યા.આ પ્રશિક્ષણ શિબિર માં વિભિન્ન વિષયો આવરી લેવામાં આવ્યા હતા જેવાકે1) ગર્ભાધાન સંસ્કાર તેમજ ગર્ભસંસ્કાર એટલે શું અને તેનું મહત્વ - અમી બેન ઠક્કર2) યોગ , આસન અને પ્રાણાયામ - હેતલબેન સુથાર તેમજ જીજ્ઞા બેન ત્રિવેદી3) ગર્ભ સંવાદ અને તેની ગર્ભસ્થ શિશુ પર અસર - કિર્તી બેન દેસાઈ4) ગર્ભ વિજ્ઞાન તેમજ આહાર , વિહાર અને દિનચર્યા - ઉમા બેન પંડયા અને દિપ્તી બેન કનીજીયા5) AGSP નો પ્રચાર પ્રસાર - અક્ષયા બેન પટેલ,6) ગર્ભસ્થ અવસ્થા દરમ્યાન મેડિકલી શું ધ્યાન રાખવું - ડો. પ્રણવ વાઘેલાડો. નીરજ ભાઈ શાહ દ્વારા ગર્ભોત્સ સંસ્કાર નું મિશન અને વિઝન રજૂ કરવા માં આવ્યું. કિરણભાઈ પટેલ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવા માં આવ્યો. સ્વાગત પ્રવચન કોકિલા બેન પરીખ તથા આભાર વિધિ ચંપા બેન પટેલ દ્વારા કરવામાં આવી. આ સમગ્ર કાર્ય નું સુંદર અને સુચારુ સંચાલન સુરેખા બેન તલાટી દ્વારા કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ માં વડોદરા શહેર ના તમામ વડીલો અને વરીષ્ઠ સહિત 200 થી વધારે પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા સહ ઉપજોન સંયોજક , યુવા પ્રકોષ્ઠ, શહેર સમન્વય સમિતિ, ASGP ટીમ નો વિશેષ પુરુષાર્થ રહ્યો. કાર્યક્રમ ની સમગ્ર વ્યવસ્થા - હૉલ માટે છગનભાઈ પુરોહિત પરિવારનો વિશેષ સહયોગ રહ્યો હતો.હસુબેન પાઠક તથા પ્રજ્ઞા પુત્રી જ્યોત્સના બેન પંચાલ દ્વારા આ આંદોલન ને ગતિ મળે તે હેતુ માટે શુભ મંગલ કામના પાઠવી હતી.
Reporter: News Plus