News Portal...

Breaking News :

ઇન્ડિયન મેડીકલ એસોસિએશન મતાધિકારનો ઉપયોગકરવા પ્રતિજ્ઞા લીધી.

2024-04-19 20:19:52
ઇન્ડિયન મેડીકલ એસોસિએશન  મતાધિકારનો ઉપયોગકરવા પ્રતિજ્ઞા લીધી.

આજ રોજ ઇન્ડિયન મેડીકલ એસોસિએશન વડોદરા ખાતે સંસ્થાના અધ્યક્ષ ડૉ. મિતેશ શાહ તથા મેનેજીગ કમિટી મેમ્બર્સ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ના મેનેજીગ કમિટી મેમ્બર્સ, હોમિયોપેથી એસોસિએશનના મેમ્બર્સ અને ફિજીયોથેરાપી એસોસિએશનના મેમ્બર્સની ઉપસ્થિતી સહ ડૉ. મીનક્ષીબેન ચૌહાણ, CDHO વડોદરા ની હાજરીમાં દરેક સભ્ય આવનાર લોકસભાની ચુંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂરથી કરશે અને દરેક સભ્ય પોતાની હોસ્પીટલમાં કાર્યરત સ્ટાફ તેમજ તેઓના પરિવાર ને પણ મત આપવા માટે પ્રોત્સાહિત કરશેએ વિષેની પ્રતિજ્ઞા લીધી હતી.આ લોકશાહી ના પર્વની ઉજવણીને વેગવંતી બનાવવા માટે વડોદરા શહેરની વિવિધ પેથીના ૧૦૦ થી પણ વધુ ડોકટરો આ મુહિમમાં જોડાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: News Plus

Related Post