વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્રારા શહેર વિસ્તારમાં નિયત મર્યાદા કરતાં વધુ પેસેન્જર તેમજ અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં વાહન ચાલકો તેમજ સ્કુલ વાન/સ્કુલ રીક્ષા ચાલકો નિયત મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડતાં હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ અવાર નવાર ડ્રાઈવ રાખી, કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રાફિક શાખા દ્રારા શહેર વિસ્તારમાં નિયત મર્યાદા કરતાં વધુ પેસેન્જર બેસાડતાં હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ છેલ્લા ત્રણ માસમાં કુલ- ૩૪૦ વિરૂધ્ધ તેમજ આજ રોજ પોલીસ કમિશ્નર ની સુચનાથી શહેર વિસ્તારમાં નિયત મર્યાદા કરતાં વધુ પેસેન્જરો બેસાડી જતાં વાહન ચાલકો વિરૂધ્ધ આપેલ ડ્રાઈવ દરમ્યાન કુલ-૬૦ વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઓવર સ્પીડમાં વાહન ચલાવવાના કારણે ગંભીર પ્રકારના માર્ગ અકસ્માત તેમજ જાહેર જનતામાં ભયનો માહોલ ઉત્પન થતો હોય છે. જેથી, પોલીસ કમિશ્નરશ્રી, વડોદરા શહેર દ્રારા સ્પીડ લીમીટ કરતાં વધુ સ્પીડમાં વાહન ચલાવતાં વાહન ચાલકો વિરૂધ્ધ જાહેરનાનું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સ્પીડ લીમીટ કરતાં વધુ સ્પીડમાં વાહન ચલાવતાં વાહન ચલાવતાં વાહન ચાલકો વિરૂધ્ધ છેલ્લા સાડા ત્રણ માસમાં કુલ-૨૭૪૭ ઓવર સ્પીડમાં વાહન ચલાવતાં વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.શહેર વિસ્તારમાં રોન્ગ સાઈડ વાહન ચલાવતાં વાહન ચાલકો લોકોનો જીવ જોખમમાં મુકતાં હોય છે. જેથી, આવા રોંગ સાઈડ વાહન ચલાવતાં છેલ્લા સાડા ત્રણ માસમાં કુલ-૩૮૨ વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ પોલીસ કમિશ્નર એ બહાર પાડેલ જાહેરનામાથી પ્રતિબંધિત સમય દરમ્યાન પ્રવેશ કરતાં છેલ્લા સાડા ત્રણ માસમાં કુલ-૪૨૪ ભારદારી વાહનો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
વડોદરા શહેરમાં જાહેર માર્ગોને જોડતાં ઓવર બ્રિજ આવેલા છે જે તમામ ઓવર બ્રિજ ઉપર જાહેર જનતાં પોતાના વાહનો સાંજથી મોડી રાત સુધી પાર્ક કરી, ઓવર બ્રિજ ઉપર બેસી રહે છે. જેથી, નાના-મોટા અકસ્માતો તથા પ્રાણ ઘાતક અકસ્માતો થવાની સંભાવવાના રહેલી છે. આથી, તમામ ઓવર બ્રિજો ઉપરથી પસાર થતાં વાહન ચાલકો ભય વગર, અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ ચાલે તે હેતુથી પોલીસ કમિશ્નર વડોદરા શહેર દ્રારા જાહેરનામું બહાર પાડી તમામ બ્રિજ ઉપર 'નો-સ્ટોપીંગ' તથા 'નો-પાર્કિંગ' ઝોન જાહેર કરવામાં આવેલ છે.
Reporter: News Plus