News Portal...

Breaking News :

વડોદરા રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડાનું સમાપન

2024-10-15 18:19:04
વડોદરા રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડાનું સમાપન


પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર, 2024 દરમિયાન સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજે સમાપન થયું હતું. 


આ સ્વચ્છતા પખવાડા દરમિયાન જુદા જુદા દિવસે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, ડિવિઝનના તમામ નાના-મોટા સ્ટેશનો પર વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને મોટા પાયે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી છે. ટ્રેનમાં કોચ, શૌચાલય, બર્થ, વૉશ બેસિન, મિરર્સ અને ઇલેક્ટ્રિકલ સાધનોની સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. વડોદરા ડિવિઝનની વિવિધ કચેરીઓ, રેલવે હોસ્પિટલો, આરોગ્ય એકમો, કોચિંગ ડેપો, ક્રૂ લોબી, રેલવે કોલોની, રનિંગ રૂમ, વેઇટિંગ રૂમ, વિશ્રામ ગૃહ વગેરેમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છ ખોરાક અંગેની સઘન સ્વચ્છતા અભિયાન કેન્ટીન, ફૂડ સ્ટોલ, પેન્ટ્રી, ટી સ્ટોલ અને અન્ય કેટરિંગ એકમોમાં હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છ શૌચાલય અંગે વિભાગમાં શૌચાલયોની સઘન સફાઈ કરવામાં આવી હતી. વિવિધ સ્ટેશનો પર સ્વચ્છ નીર હેઠળ પૂરા પાડવામાં આવતા પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે શરૂ કરાયેલ ઝુંબેશ દરમિયાન, તમામ પાણીના સ્થાપનો, ફિલ્ટર પ્લાન્ટ અને પાણી પુરવઠાના સ્ત્રોતોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. 


આ પ્રસંગે રાજકોટ વિભાગના કર્મચારીઓ વચ્ચે સ્વચ્છતા અંગેની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ડિવિઝનલ રેલ્વે મેનેજર જીતેન્દ્ર સિંહ વડોદરા ડીવીઝન દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે 'સ્વચ્છતા પખવાડા' દરમિયાન વડોદરા ડીવીઝન ના તમામ રેલ્વે સ્ટેશન, કોલોની, હોસ્પિટલ, ટ્રેન, પાર્ક, કેન્ટીન વગેરેમાં મોટા પાયે સફાઈ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન લગભગ 20 ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો અને લગભગ 12,825,811  ચોરસ મીટર વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. લગભગ 1.64 ટન પ્લાસ્ટિક કચરો પણ દૂર કરવામાં આવ્યો હતો. જીતેન્દ્ર સિંહ આ સ્વચ્છતા પખવાડામાં તેમનું અમૂલ્ય યોગદાન આપવા બદલ વિવિધ સામાજિક સેવા સંસ્થાઓ, ટ્રેડ યુનિયનો, એસોસિએશનો અને રેલવેના કર્મચારીઓની પ્રશંસા કરી છે.

Reporter: admin

Related Post