વડોદરા : નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં બજારોમાં અવનવી ગરબીઓ નું વેચાણ જોવા મળ્યું છે.જેમાં ગરબીને મહિલાઓ દ્વારા આ નવી ડિઝાઇનોમાં ગરબીઓ તૈયાર કરવામાં આવી છે.
વડોદરા શહેરના ગરબા ખૂબ જ લોકપ્રિય અને વિખ્યાત છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ ઠેકાણે માતાજીના ગરબા નું આયોજન કરવામાં આવતું હોય છે સાથે માતાજીની સ્થાપના પણ કરવામાં આવતો હોય છે ત્યારે ગરબીઓનો પણ ખૂબ જ મહિમા રહેલો છે ત્યારે વડોદરા શહેરના વિસ્તારમાં આવેલા યા પાર્ક વિસ્તારમાં આવેલા બજારમાં નવરાત્રીમાં ગરબીઓનું ખૂબ જ મહિમા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં તૈયાર અવનવી ગરબીઓ નું વેચાણ જોવા મળી રહ્યું છે ત્યારે પહેલાના જમાનામાં સાદી ગરબીનું વેચાણ થતું હતું ત્યારે હવે જમાનાની સાથે ગ્રાહકોની ડિમાન્ડ વધતા બજારોમાં અવનવી ગરબીનું વેચાણ જોવા મળી રહ્યું છે
ત્યારે આ ગરબીને ખૂબ જ સુંદર અને કલાત્મક તૈયાર કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં આ વર્ષે માતાજીની સ્થાપના કરતા માઈ ભક્તો માટે ગરબીઓનું ખૂબ જ કલાત્મક ગરબીઓ સાથે આ વર્ષે બજારમાં દરવાજા ખોલી માતાજી નો દીવો થાય તે માટે અવળાવી ગરબી બજારમાં જોવા મળી રહી છે બજારમાં ગત વર્ષે કરતા આ વર્ષે ખૂબ જ સરસ અને કલાકમાં ગરબીઓ તૈયાર કરવામાં આવી છે અને વેચાણ શરૂ થઈ ગયો છે આ ગરબીઓ રૂપિયા 100 થી શરૂ થઈને 500 સુધીની અવનવી ગરબીઓ મળી રહી છે.
Reporter: admin