News Portal...

Breaking News :

સદગુરુ જગ્ગી વાસુદેવે બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષાની જવાબદારી દર્શાવી

2024-08-07 16:14:03
સદગુરુ જગ્ગી વાસુદેવે બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષાની જવાબદારી દર્શાવી


નવીદિલ્હી: બાંગ્લાદેશમાં હાલ કફોડી હાલત છે .કેટલાય હિન્દૂ ભાઈ બેહનો ત્યાં મુશ્કેલીમાં છે. મંદિરોમાં તોડફોડ ચાલી રહી છે . 


બાંગ્લાદેશમાં ભારતીયોને નિશાન બનાવી રહ્યાના એહવાલ સામે આવ્યા છે. આ બાબતે બાબા રામદેવ , બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી અને હવે સદગુરુ જગ્ગી વાસુદેવે અવાજ ઉઠાવ્યો છે. તેમને બાંગ્લાદેશમાં રહેતા હિંદીઓ માટે સલામતી માટે માંગણી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિધાર્થીઓ દ્વારા આરક્ષણ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શને હિંસક વૃત્તિ ધારણ કરી છે. જેને લઇ વડાપ્રધાન શેખ હસીના એ રાજીનામુ આપી ભારતમાં સહારો લીધો. વધુ માહિતી મુજબ બાંગ્લાદેશમાં હિંદીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. 


સ્થાનિક મીડિયાના સૂત્રો અનુસાર બાંગ્લાદેશમાં હિન્દુઓના વ્યવસાયિક સંસ્થાઓ પર હુમલો થઇ રહ્યો છે, એની હિંદુઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે.ઓછમાં ઓછા ૨૭ જિલ્લાઓમાં લૂંટ કરવમાં આવી છે. મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. આ બાબતે ઈશા ફાઉન્ડેશનના આધ્યાત્મિક નેતા સદગુરુ જગ્ગી વાસુદેવે ભારત સરકારને બાંગ્લાદેશના હિન્દૂ સુરક્ષા માટે વિનંતી કરી છે. અને બને તેટલું વેહલા હિન્દૂ ભાઈ બહેનોને સુરક્ષા મળે તેની અપીલ કરી છે .

Reporter: admin

Related Post