નવીદિલ્હી: હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે .ભારતમાં મોટાભાગના સ્થળોમાં વરસાદ પડી રહ્યો છે. ક્યાંક નહિવત વરસાદ છે તો ક્યાંક પૂર આવવાની શક્યતા છે.
હવામાન વિભાગે હિમાચલ માટે આગામી ૧૦ તારીખ સુધીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં પૂર ની સ્થિતિ જોવા મળી છે. પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પર્વતીય વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
આગામી ૧૦ તારીખ સુધીમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. અન્ય પર્વતીય વિસ્તરોમાં પણ વરસાદની શક્યતા હાવમાંન વિભાગે જાહેર કરી છે. આગામી દિવસોમાં રાજસ્થાન જમ્મુ , કાશ્મીર ,ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં પર્વતીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે
Reporter: admin