શહેરમાં ભારદારી વાહનો નો આતંક યથાવત રહ્યો છે. કોયલી ગામે છ દિવસ અગાઉ rmc ડમ્પર ચાલકે વૃદ્ધ ને અડફેટે લીધા હતા.
ટ્રક નીચે આવતા વૃદ્ધ નું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે આવ્યા છે. વૃદ્ધ નોકરી પરથી છૂટી સાયકલ પર પસાર થઈ રહ્યા છે ત્યારે પાછળ થી આવેલા rmc ડંપર ચાલકે વૃદ્ધ ને ટાયર નીચે કચડી નાખ્યા હોવાનું માલુમ પડ્યું છે.વડોદરા શહેરમાં સવારના સાત થી 10 અને સાંજના પાંચથી આઠ દરમિયાન ટ્રાફિક આવર્સ હોય છે આ સમયગાળા દરમિયાન ભારધારી વાહનોની બેફામ અવરજવર ચાલુ રહેતી હોવાથી ગંભીર માર્ગ અકસ્માત થાય છે.
Reporter: News Plus