વેકેશન પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં સ્કુલો ચાલુ થનાર છે.
જેને ધ્યાને લઇને વડોદરા જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના સ્કુલવાન, સ્કુલરીક્ષા, સ્કુલબસ વગેરેના વાહન માલિક/ચાલકો વાહનોને સ્કુલના બાળકોને લાવવા-લઇ જવા માટે ઉપયોગમાં લેવાતા પહેલાં આપના વાહનોના દસ્તાવેજો જેવા કે,ફિટનેશ, પરમિટ, ટેક્ષ, વિમો, પી.યુ.સી. અને રોડ સેફ્ટી બાબત વગેરેની પુર્તતા થાય તે સુનિશ્ચિત કરવા જણાવવામા આવ્યું છે. આ સાથે સ્કૂલના બાળકોમાં માટે ઉપયોગમાં લેવાતાં વાહનોમાં અનઅધિકૃત અને જોખમી રીતે સ્કુલના બાળકોને ન બેસડવા તકેદારી રાખવા માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું છે
Reporter: News Plus