News Portal...

Breaking News :

ચૂંટણીની નિવેદનબાજીથી ઉપર ઊઠીને રાષ્ટ્ર સામેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો : મોહન ભાગવત

2024-06-11 10:31:55
ચૂંટણીની નિવેદનબાજીથી ઉપર ઊઠીને રાષ્ટ્ર સામેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો : મોહન ભાગવત


રાષ્ટ્રીય સેવક સંઘના વડા મોહન ભાગવતએ કેદ્રની મોદી 3.0 સરકારને ચોખ્ખુ કહ્યું છે કે,‘મણિપુરની સ્થિતિને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવી પડશે. ચૂંટણીની નિવેદનબાજીથી ઉપર ઊઠીને રાષ્ટ્ર સામેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. 


આરએસએસના વડાએ કહ્યું કે અશાંતિ કાં તો ભડકી ગઇ હતી અથવા ભડકાવામાં આવી હતી, પરંતુ મણિપુર સળગી રહ્યું છે અને લોકો તેનો સામનો કરી રહ્યા છે.ભાગવતે કહ્યું કે અલગ-અલગ જગ્યાઓ અને સમાજમાં સંઘર્ષ સારો નથી. તેમણે ચૂંટણી બયાનબાજીથી દૂર જવાની અને દેશ સામેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભાગવતે કહ્યું, ‘મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિ સ્થાપવાની રાહ જોઈ રહ્યું છે. દસ વર્ષ પહેલાં મણિપુરમાં શાંતિ હતી. 


એવું લાગતું હતું કે ત્યાં ગન કલ્ચર ખતમ થઈ ગયું છે, પરંતુ રાજ્યમાં અચાનક હિંસા વધી ગઈ છે.ગયા વર્ષે મે મહિનામાં મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી, લગભગ 200 લોકો માર્યા ગયા છે, જ્યારે મોટા પાયે થયેલી આગજનીને પગલે હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ આગમાં ઘરો અને સરકારી ઈમારતો બળીને રાખ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં જીરીબામથી તાજી હિંસા થઈ છે.

Reporter: News Plus

Related Post