સંખેડા તાલુકાના ગોલાગામડી અને હરેશ્વર વચ્ચે રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા સવાર 2 વ્યકિતેઓ તેમજ રિક્ષાચાલક મળી 3 વ્યકિતને ઇજા થઇ હતી.સંખેડા તાલુકાના ગોલાગામડી અને હરેશ્વર વચ્ચે સવારના સમયે એક એકટીવા અને સામેથી આવતી રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અત્રેથી પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો અનુસાર રાત્રી દરમિયાન કે વહેલી સવારે ઝાડની મોટી ડાળી રસ્તાની વચ્ચે પડી હતી. જેથી ત્યાં ઝાડની બાજુમાંથી નીકળવા જતા બે વાહનો સામ સામે ભટકાતા અકસ્માત સર્જાયો હશે. ગોલાગામડી- હરેશ્વર વચ્ચેનો માર્ગએ ગામડીથી વાઘોડિયા-વડોદરા તરફ જતો માર્ગ છે. આ માર્ગ ઉપર સતત વાહનોની અવરજવર ચાલુ રહે છે. આવા સમયે રસ્તા ઉપર પડેલું ઝાડ ન હટાવવાના કારણે અકસ્માત સર્જાયો હતો. એકટીવા ઉપર સવાર બે વ્યક્તિઓ તેમજ રીક્ષા ચાલક મળી ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી. એક્ટિવા ઉપર સવાર બે વ્યક્તિઓને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં જ્યારે રીક્ષા ચાલકને પારુલ હોસ્પિટલ ખાતે લઈ જવા હોવાની વિગતો જાણવા મળી હતી.
Reporter: News Plus