News Portal...

Breaking News :

છોટાઉદેપુરના વાસણા ખાતે ક્ષત્રિય સમાજના સંમેલનમાં ભાજપ વિરૂદ્ધ મતદાનની નેમ લીધી,મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યાં

2024-04-25 10:39:01
છોટાઉદેપુરના વાસણા ખાતે ક્ષત્રિય સમાજના સંમેલનમાં ભાજપ વિરૂદ્ધ મતદાનની નેમ લીધી,મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યાં

છોટા ઉદેપુર જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકોનું વાસણા ખાતે ગઈકાલે રાત્રે સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અગાઉ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ વિશે કરવામાં આવેલ નિવેદન બાબતે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને ક્ષત્રિય સમાજ દ્વારા ટિકિટ રદ કરવાની માંગણી કરતા આંડોલન શરૂ કર્યું હતું. તેમ છતાં ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી ન હતી. જેને લઇને ક્ષત્રિયોમાં ભાજપ વિરૂદ્ધ રોષ ભભુકી ઉઠ્યો છે અને હવે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની નેમ લીધી છે.


છોટા ઉદેપુર જિલ્લા ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું.ક્ષત્રિય સમાજ દ્વારા બીજા તબક્કાના આંદોલનના ભાગરૂપે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનો નિર્ણય લેવાતાં ગઈકાલે રાત્રે છોટા ઉદેપુર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા વાસણા ખાતે જલારામ મંદિર ખાતે સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા હતા. જેમાં હાજર રહેલ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા આવનાર લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતા.


ભાજપનું ગણિત બગડે તેવી સ્થિતિ ​​​​​​​ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના નિર્ણયને લઇને ભાજપમાં ભૂકંપ આવી ગયો છે. જેથી ક્ષત્રિયોના વિરોધને લઈ ભાજપનું ગણિત બગડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Reporter: News Plus

Related Post