News Portal...

Breaking News :

વડોદરા એવું શહેર છે જ્યાં નગરજનો પાણી માટે વલખા મારે અને સડક પર નદીઓ વહે

2024-04-24 22:52:10
વડોદરા એવું શહેર છે જ્યાં નગરજનો પાણી માટે વલખા મારે અને સડક પર નદીઓ વહે

ઉનાળે રસ્તાઓ પર નદીઓ વહે એવું નગર કયું..??

  વડોદરા એવું શહેર છે જ્યાં નગરજનો પાણી માટે વલખા મારે અને સડક પર નદીઓ વહે...

   ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે શહેરો અને ગામોમાં રસ્તાઓ પર નદી અને ઝરણાં વહેતા હોય એવા દ્રશ્યો જોવા મળે.બાળકો એમાં કાગળની હોડી તરતી મૂકવાનો આનંદ માણે.

   જો કે દેશમાં એક નગર એવું છે જ્યાં ચોમાસાની વાત છોડો અરે! શિયાળામાં અને બળબળતા ઉનાળામાં પણ શહેરના રસ્તાઓ પર નદીઓ ખળખળ વહેતી જોવા મળે છે.

   ક્યારેક મોરારિબાપુએ આ નગરને બડભાગી ગણાવ્યું હતું.જો કે એના બચ્ચાઓ ખરેખર બડભાગી છે.એટલે એ ઈચ્છે તો બારે મહિના સડક નદીઓમાં કાગળની હોડી તરતી મૂકી છે.

   આવું અનોખું નગર વડોદરા છે.એના નગરજનોને તો લગભગ ઉનાળાની શરૂઆત થી જ ઘર વપરાશ માટે પૂરતું પાણી મળતું નથી.

   પણ એના પૂર્વ,પશ્ચિમ કે ઉત્તર ,દક્ષિણ વિસ્તારોમાં ખાસ કરીને ઉનાળામાં કોઈને કોઈ જગ્યાએ પાણી પુરવઠાની પાઇપ લાઇનોની મર્યાદા તોડીને નદીઓ વહી નીકળે છે.

  

હજુ પૂર્વ વિસ્તારમાં આજવા થી આવતી પાઇપ લાઈનમાં એર valve બેદરકાર વાહન ચાલકે તોડી નાંખતા લાખો લિટર પાણી વહી  ગયાની ઘટનાની શાહી સુકાઇ નથી.

  ત્યાં આજે કારેલીબાગ વિસ્તારમાં વાયરોક હોસ્પિટલ પાસે પાઇપ લાઈનમાં લીકેજ થવાથી હજારો ગેલન પાણીની નદી વહી નીકળી હતી.પાણી પુરવઠાની તકલાદી કામગીરી આ માટે જવાબદાર હોવાનો સ્થાનિકો એ આક્ષેપ કર્યો છે.

   

નગરમાં હંમેશા આવું અવાર નવાર બને છે.૫ કે ૭ લાખ લોકોને ચાર પાંચ દિવસ ભંગાણને લીધે પાણીના મળે એ રાબેતા મુજબની ઘટના બની ગઈ છે.ઓછા પાણીએ શહેરીજનોને જીવાડવા નો જાણે કે નગરસેવકો અને પાલિકા તંત્રે મક્કમ સંકલ્પ કર્યો છે.લોકો પણ થોડોક ગુસ્સો વ્યક્ત કરીને મૂંગા મોઢે પાણીનું દુઃખ વેઠે છે.આખરે ખોબલે ખોબલે મત આપીને આ મુશ્કેલી જાતે જ વહોરી છે.એટલે તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ સિવાય કોઈ વિકલ્પ પણ નથી.

સ્થાયી સમિતિ ના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને માહિતી મળતા તેમને પાણી પુરવઠા ના અધિકારીઓને  તાત્કાલિક ધોરણે સૂચના આપીને સમારકામ કરાયું હતું. ત્યારબાદ પાણી લીકેજની સમસ્યા દૂર કરાઈ હતી...

Reporter: News Plus

Related Post